"ચાલો સાહિત્યના પંથે સાહિત્ય પરિવાર" એક વોટ્સએપ ગ્રુપ છે. આ ગ્રુપ દ્વારા યોજાતી સ્પર્ધાઓ માટે ગ્રુપના સભ્યો ની આ સ્વ રચિત રચનાઓની PDF BOOKS નું સંકલન સાહિત્યમાં રચ, રુચિ ધરાવતા ભાવકોને ઉપયોગી નીવડશે એ આશયથી આ બ્લોગ બનાવવામાં આવ્યો છે.

Wednesday, December 6, 2023

જીવનમાં જરૂરી છે હિંમત

*જીવનમાં જરૂરી છે હિંમત*

 કાર્ય જે સંતુષ્ટી આપે તેવું જ કરવું.  આગળ વધવા માટે કદી હિંમત ના હારવી. હિંમત આમ ત્રણ નાના, ટૂંકા, અક્ષર પણ ભલભલાનાં ગજા છોડાવી મૂકે તેવો શબ્દ. હિંમત... જીવન જેને સહારે તમે જીવો છો. હિંમતનાં ભરોસે તમે ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર આવી શકો છો.
 હિંમત ના હારવી, હિંમત આપવી અને હિંમત રાખવી. આ ત્રણ વસ્તુ જિંદગીમાં હંમેશા સાથે રાખવી. માનવી ગમે તે મુશ્કેલ સ્થિતિમાં હોય, ગમે તેવું દુઃખ હોય, રોગ હોય કે એક્સિડન્ટ હોય, હિંમત ક્યારેય હારવી નહીં.  તમારું મનોબળ તોડવા માટેનાં હજારો પ્રયત્ન બધા કરશે. નકારાત્મક વાતો અને નકારાત્મક સમય સંજોગો આવશે, પણ જો હિંમત આપણામાં હશે તો મન દ્રઢ મનોબળવાળું બનશે અને એ તમામ ખરાબ પરિસ્થિતિ જાતે જ હિંમત હારી જતી રહેશે.
 આપણા સકારાત્મક અને હકારાત્મક વિચારો જ આપણને વિજય અપાવશે. આપણી હિંમતને બળ પૂરું પાડશે. ગમે તેવી સ્થિતિમાં હિંમત હારવી ન જોઈએ. હંમેશા પ્રભુએ જે કર્યું છે તે સારા માટે જ કર્યું હશે. આમાં પણ મારી ભલાઈ  છુપાયેલી છે તેમ માનવું અને કુદરતમાં અતૂટ શ્રદ્ધા સાથે,  પૂર્ણ હિંમતથી વિકટ પરિસ્થિતિનો સામનો કરવો. આપણે આ પરિસ્થિતિમાં લડી શકીએ છીએ અને સહન કરી શકીએ છીએ. વળી, પ્રભુને આપણે પ્રિય છીએ માટે જ આવી વિકટ પરિસ્થિતિ આપણા પર આવી છે.  પ્રભુએ જાતે આપણને એ સ્થિતિમાં રહેવા માટે પસંદ કર્યા છે. તેવો સકારાત્મક વિચાર કરી, પ્રભુનો પાડ માનવો. પ્રભુ ક્યારે આપણી હિંમતને તૂટવા નહીં દે. આપણી આસપાસ એક નહીં હજારો ઉદાહરણ પડ્યા છે. જે માનવી શરીરના અંગો વિના, ઘર- પૈસા જમીન, સગા સંબંધી જેવી તમામ બાબતો વિના પણ ખૂબ સારી રીતે જીવે છે. 
*જો માનવી ફક્ત એટલું વિચાર કરે કે હું જેવી જિંદગી જીવવું છું તેવી જિંદગી પણ ઘણા પાસે નથી મારાથી વધારે બીજાને આપ્યું છે એવું વિચારવા કરતા બીજાને તો મારાથી ઘણું ઓછું આપ્યું છે એમ વિચારીશું તો ક્યારેય દુઃખી નહીં થવાય અને હિંમત પણ નહીં હારી જવાય.*
 હિંમત આપવી પણ ખૂબ અઘરું કામ છે. માનવીની પરિસ્થિતિ જોતા ઘણા તો તેની કિંમત એક યા બીજી રીતે તોડવાની જ વાત કરે, પણ કોઈ વિરલો જ હિંમત આપી શકે. સામેવાળાને તમે હિંમત આપો. બે મીઠા હકારાત્મક શબ્દ કહો.  સાચી સલાહ અને નાના સરખા કામને પણ બિરદાવો તો પેલી વ્યક્તિ ગમે તેટલી નાસીપાસ થઈ હશે તો પણ તમારા હિંમત ભર્યા શબ્દોથી  બેઠી થઈ જશે.  એક જરા સરખી પ્રેરણાદાયી વાતની હિંમતથી માનવીમાં સહસ ભરાય છે. તે પોતાનો ગુમાવેલો આત્મવિશ્વાસ પાછો મેળવે છે. ફરી તે વિકટ પરિસ્થિતિ સામે લડવા, તેનો મુકાબલો કરવા તૈયાર થઈ જાય છે અને આમ ! એક વ્યક્તિ ફરી જીવંત બની જાય છે. એક કુટુંબ ફરી હર્યું ભર્યું બની જાય છે.  
*હિંમત શબ્દ નાનો તેના ના હાથ કે પગ*
*છતાંય ચડતો પહાડ અને તરતો દરિયો*
 *અમૃત જેવું તેનું કામ, જે વ્યક્તિને જીવાડતો*
*હિંમત એ મર્દા તો મદદે ખુદા,  ઉકિત સાર્થક કરાવતો*
 સાચી હિંમત તો કેટલાય દિવ્યાંગો એ સાર્થક કરી બતાવી છે.  જે પગ વગર પહાડ પર ચડ્યા છે. સૌથી ઊંચો કૂદકો પણ માર્યો છે. જીવન મંચ પર હસી ખુશીથી સાગર સારામાં સારો અભિનય કરી બતાવ્યો છે. જીઓમોલ નામની આપણા કેરળ રાજ્યની એક દીકરી જેનો જન્મ જ બંને હાથ વગર થયો તે આજે એશિયાની પહેલી કાર ડ્રાઇવર બની. છે.. ને.  સાચી હિંમતનું ઉદાહરણ.
 સલામ છે એ વીર સપૂતોને જેમણે પોતાની અપૂર્ણાતાને પણ એક પૂર્ણતાનું નામ આપ્યું. દુનિયામાં આવા બિરલાઓ હિંમતનું બીજું નામ છે આવો આપણાથી બને તેટલી બીજાને હિંમત આપી મદદ કરીએ.

કિરણબેન બી શર્મા ' પ્રકાશ ' 

Wednesday, November 22, 2023

દર્પણ

દર્પણ PDF ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો